Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી રાજ્યની તમામ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ શરૂ

Live TV

X
  • વાલીઓના વિરોધ અને હાઈકોર્ટમાં કેસના પગલે રાજ્યની તમામ શાળાઓમાં 27મીથી એટલે કે આવતીકાલથી ફરી ઓનલાઈન એજ્યુકેશન શરૂ થશે.. રાજ્ય સરકારે શાળાઓ રેગ્યુલર શરૂ ન થાય ન થાય ત્યાં સુધી શાળા સંચાલકો અને કોચિંગ ક્લાસ સંચાલકોને ટ્યુશન ફી પણ ન લેવા માટે આદેશ કરી ફી માફીનો નિર્ણય લીધો હતો.. સરકારના આ નિર્ણયના પગલે રાજ્યભરના સંચાલક મંડળોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો... ત્યારે સ્વર્નિભર શાળા સંચાલક-મંડળ ગુજરાત તેમજ સીબીએસઈ સહિતની બોર્ડની અન્ય મોટી ખાનગી શાળાઓના મંડળ એવા એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ દ્વારા પણ આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કરાયું છે. મહત્વપૂર્ણ છે કે, સરકારે અંગ્રેજી માધ્યમમાં પણ ઓનલાઈન એજ્યુકેશન ફ્રીમા આપવાની જાહેરાત કરતાં ત્રણ દિવસથી બંધ ઓનલાઈન શિક્ષણ કાર્ય ફરીથી શરૂ કરવાનો શાળાં સંચાલકોએ નિર્ણય લીધો છે. અખિલ ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળના પ્રમુખ નારાયણ પટેલે જણાવ્યું હતું કે, બાળકોના હિતમાં અમે આ નિર્ણય લીધો છે.. જોકે, સરકારના આ અભિગમ સામે અસહકારથી તેમનો વિરોધ યથાવત રહેશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply