Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રવાસે

Live TV

X
  • આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રવાસે છે. જેને લઇને રાજકોટ મહા નગરપાલિકા દ્વારા  તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો

    આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રવાસે છે. જેને લઇને રાજકોટ મહા નગરપાલિકા દ્વારા  તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 30  સપ્ટેમ્બરે વડાપ્રધાન રાજકોટમાં સાંજે 5 વાગ્યે  ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં  વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.  ત્યારબાદ  આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તૈયાર કરવામાં આવેલ  મહાત્મા ગાંધી  મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.  ગાંધીજીએ  જે શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તે આલ્ફ્રેડ હાઈસ્કુલને  દુલ્હનની જેમ શણગાર કરવામાં આવી છે.  મહત્વનું છે  કે રાજકોટ શહેર ખાતે તૈયાર થનાર  વિશ્વ કક્ષાના મ્યુઝિયમમાં  દેશ વિદેશના લોકો  મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમની મુલાકાતે આવનારા છે ત્યારે  વિદેશ પ્રવાસીઓને ધ્યાને રાખી  ખાસ ઓડિયો ટ્રાન્સલેશનની વ્યવસ્થા કરવામાં આવશે.  સાબરમતી આશ્રમ  અને કીર્તિ મંદિર બાદ  રાજકોટનું આ મ્યુઝિયમ  આવનારી પેઢીને  બાપુની  મોહનથી લઇને મહાત્મા સુધીની જીવન શૈલી વિશે  માહિતગાર કરશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply