આવતીકાલે 10 જિલ્લાના 214 કેન્દ્ર પર લેવાશે નીટની પરીક્ષા
Live TV
-
80 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે, દરેક પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય સલામતીના તમામ નિયમોનું પાલન કરવા સૂચના
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી ઇજનેરી, ફાર્મસી, મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથીના અભ્યાસ ક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની NEETની પરીક્ષા 13મી સપ્ટેમ્બરે યોજાશે. ગુજરાતમાં 80 હજાર 219 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે પરીક્ષા કોઇ પણ વિધ્ન વિના યોજાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વિવિધ સુચનો કરાયા છે, જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 214 કેન્દ્રો પર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ન પડે તે રીતે વ્યવસ્થા ગોઠવવા માટે તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને દરેક પરીક્ષાખંડને સેનિટાઇઝ કરવા, પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અને જતા પૂર્વે તેમ જ પરીક્ષા દરમિયાન સામાજિક અંતર જળવાઇ રહે, દરેક વિદ્યાર્થી અને પરીક્ષાના કર્મચારીઓ માસ્ક પહેરીને આવે તે જોવા માટે પણ સુચન કરાયુ છે. તમામ લોકોનું થર્મલ ગનથી તાપમાન માપવા માટે પણ કહેવાયુ છે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ન થાય તે માટે પુરતી વ્યવસ્થાનું સુચન પણ કરાયું છે
