નીટની પરીક્ષા માટે 12 -13 સપ્ટેમ્બરે અમદાવાદ - સોમનાથ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે
Live TV
-
સોમનાથથી આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રાતે 9.30 વાગે ઉપડી સવારે 5.25 વાગે અમદાવાદ પહોંચશે
નીટની 13 સપ્ટેમ્બરે યોજાનાર પરિક્ષા માટે રેલવે દ્વારા 12 સપ્ટેમ્બરે સોમનાથથી અમદાવાદ અને 13 સપ્ટેમ્બરે અમદાવાદથી સોમનાથ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. સોમનાથથી આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રાતે 9.30 વાગે ઉપડી સવારે 5.25 વાગે અમદાવાદ પહોંચશે. જ્યારે પરત ફરતા આ ટ્રેન 13મીએ રાતે 9.10 વાગે અમદાવાદથી ઉપડી સવારે 5.05 વાગે સોમનાથ પહોંચશે. ચાર સ્લીપર, ચાર જનરલ અને બે લગેજ કોચ ધરાવતી આ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ હશે અને રિઝર્વેશન વગર કોઈને ટ્રેનમાં બેસવા દેવામાં નહીં આવે. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ ઉમેદવારોએ ચેકિંગ દરમિયાન કોલ લેટર બતાવવાની સાથે માસ્ક લગાવવું સેનેટાઈઝર સાથે રાખવું ફરજિયાત હશે. આ ટ્રેન માર્ગમાં વેરાવળ, ચોરવાડ રોડ, માલિયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાને, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેશને ઉભી રહેશે.
