6 મહાપાલિકા, 31 જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે
Live TV
-
ચૂંટણી આયોગે વોર્ડ સિમાંકન, બેઠક ફાળવણીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરી, સોશિયલ મીડિયામાં ચૂંટણી પ્રચાર પર નજર રાખવા ખાસ વ્યવસ્થા ગોઠવાશે
કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણીઓ નવેમ્બર પહેલા યોજવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાલિકા- પંચાયતોની ચૂંટણી પણ તેના નિયત સમયે નવેમ્બરમાં યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જેના માટે વોર્ડ સિમાંકન અને બેઠક ફાળવણીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ જણાવ્યું કે 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પેકી 5 મહાનગરપાલિકા, 7 નગરપાલિકા, 16 જિલ્લા પંચાયત અને 29 તાલુકા પંચાયતનું નવું સિમાંકન કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં કોવિડ પ્રોટોકોલ મુજબની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. આ માટે કલેક્ટરો સાથે પરામર્શ કરીને આયોજન કરાશે.
