રાજ્યમાં આજે વધુ નવા 1365 પોઝિટિવ કેસ નોંધાયા ,વધુ 15 લોકોના મોત
Live TV
-
આજે રાજ્યમાં વધુ 1335 દર્દીઓ સાજા થયા
આજે રાજ્યમાં 1365 પોઝિટિવ કેસ નોંધાયા હતા બીજી તરફ 1335 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરી ચુક્યા છે અત્યાર સુધીમાં કુલ 92805 દર્દીઓ સાજા થયા છે
રાજ્યમાં હાલ 16333 એક્ટિવ કેસ છે વેન્ટિલેટર પર 90 છે જ્યારે 16243 લોકો સ્ટેબલ છે. 92805 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત થતા કુલ 3198 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 4, સુરત જિલ્લામાં 1, ભાવનગર કોર્પોરેશન અને જિલ્લામાં 1-1, ગાંધીનગર, રાજકોટ, ગીરસોમનાથ અને વડોદરામાં પણ 1-1ના મોત થયા છે તેમ કુલ 16 લોકોના મોત થયા છે.
આજે રાજ્યમાં નોંધાયેલા 1365 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ 278 સુરતમાં છે, અમદાવાદમાં 175 કેસ, રાજકોટમાં 146 કેસ, વડોદરામાં 123 કેસ, જામનગરમાં 125 કેસ, ભાવનગરમાં 42 કેસ, પાટણમાં 31 કેસ, મોરબીમાં 28, બનાસકાંઠામાં 26 અને અમરેલીમાં 25 કેસ નોંધાયા છે
