દેશ સહિત રાજ્યભરમાં મેડીકલ કોલેજના પ્રવેશ માટે યોજાઈ NEETની પરીક્ષા
Live TV
-
ગુજરાતમાં 10 જીલ્લાના 214 કેન્દ્રો પર 80 હજાર 219 વિદ્યાર્થીઓ આપી પરીક્ષા
ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સહિતના પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓમાં રાહત
કોરોનાની સ્થિતિને જોતા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે યોજાઈ પરીક્ષારા્જ્ય સહિત દેશભરમાં આજે મેડિકલ પ્રવેશ માટેની જરૂરી NEETની પરીક્ષા પૂર્ણ થઈ છે. દેશભરના 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ, આ અંગે નોંધણી કરાવી હતી. ગુજરાતમાં પણ 10 જીલ્લાના 214 કેન્દ્રો પર 80 હજાર 219 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આજે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલાજી સહિતના પેપરો સરળ રહેતા , વિદ્યાર્થીઓને રાહત રહી હતી. કોરોના કાળ વચ્ચે NTA દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ કાળજી લેવાઈ હતી. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે માસ્ક , સેનિટાઈઝર સહિતના નિયમોનું , ખાસ પાલન કરાયુ હતુ. NTA દ્વારા દરેક કેન્દ્રોના પરીક્ષાખંડોમાં , સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયુ હતુ
