રાજ્યની 10 લાખથી વધુ મહિલાઓને સરકાર આપશે ઝીરો ટકા વ્યાજે લૉન
Live TV
-
રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત
કોરોના પછીની બદલાયેલી આર્થિક જીવન શૈલીમાં , મહિલાઓ આત્મ નિર્ભર બની શકે તે માટે , મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે , "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" શરુ કરવાની જાહેરાત કરી છે. જેમાં રાજ્યની 10 લાખથી વધુ બહેનોને , શુન્ય ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે. રાજ્યમાં 1 લાખ મહિલા જૂથની , કુલ 10 લાખ માતા-બહેનોને , "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો" લાભ મળશે. યોજનામાં કુલ રુપિયા 1 હજાર કરોડ સુધીનું , ધિરાણ આપવામાં આવશે. બેંક લોનનું વ્યાજ , સરકાર ભોગવશે , અને લોન માટે જરુરી સ્ટે્મ્પ ડ્યુટીમાં પણ માફી અપાશે. એક મહિલા જુથમાં , 10 મહિલાઓનો સમાવેશ કરાશે. જુથ દીઠ 1 લાખ રુપિયાનું ધિરાણ , સરકારી, સહકારી, અને ખાનગી બેંકો દ્વારા , આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર , બેંકો સાથે MOU કરશે. આ ધિરાણથી મહિલાઓ વેપાર, કે ગૃહ ઉદ્યોગ શરુ કરી શકશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે , મુખ્યમંત્રીએ , રુપિયા 175 કરોડના બજેટની ફાળવણી પણ કરી છે. આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર , અને શહેરી વિસ્તારમાં 50 હજાર મહિલા જુથને , આવરી લેવામાં આવશે
