સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
Live TV
-
જસદણ, ગોંડલ બાદ ધોરાજીમાં સેન્ટર શરૂ કરાશે, ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને હવે રાજકોટ સુધી લંબાવવું નહીં પડે
સૌરાષ્ટ્રમાં વકરતા કોરોનાના દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના દર્દીઓને રાજકોટ સુધી જવું નહીં પડે. સરકાર દ્વારા , તાલુકા કક્ષાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જસદણના વિરનગર બાદ હવે ધોરાજીમાં પણ સેન્ટર શરૂ કરાશે. અગાઉ ગોંડલ બાદ જસદણ, વિંછીયા સહિતના તાલુકા મથકોએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. આમ છતાં ગ્રામ્ય વિસ્તારના વધતા જતા કોરોનાના દર્દી અને તેમના પરિવારજનોની મુશ્કેલીને ધ્યાને લઈ હવે સરકાર, જિલ્લાના તાલુકા મથકે કોવિડ કેર સેન્ટર ઉભા કરી રહી છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ વેન્ટીલેટરની જરૂરીયાત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા આ ખાનગી હોસ્પિટલ માટે વધુ ર7 વેન્ટીલેટર મોકલવામાં આવ્યા છે.
