Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી

Live TV

X
  • કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ, અમદાવાદ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ ,અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં શુક્રવારે વરસ્યો ધોધમાર વરસાદ

    રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગોધરા અને હાલોલ સહિત આસપાસના વિસ્તારોમાં શુક્રવારે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને કારણે હાલોલના મુખ્યમાર્ગો પર પાણી ભરાયા છે. અહીં ત્રીજા રાઉન્ડનો વરસાદ શરૂ થતાં ,ડાંગરના પાકને ફાયદો થશે. બોટાદ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. તો ગીરગઢડામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. નર્મદામાં કેવડિયા કોલોની ખાતે શુક્રવારે સાંજે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં 13 સપ્ટેમ્બરે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. સાથે જ થંડર સ્ટ્રોમની પણ આગાહી આપવામાં આવી છે. ત્યારે મોડી રાત્રે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સાયલા માં ૨.૫ ઇંચ અને ચોટીલા. ચુડા. વઢવાણમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જીલ્લાનો કુલ વરસાદ 139 ટકા થયો છે.તો ગઇકાલે સાબરકાંઠાના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે બોટાદ જિલ્લાના બરવાળા પંથક અને ઢસા માં એકા એક વરસાદ નું આગમન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથેસાથે કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો પણ ખોરવાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply