Skip to main content
Settings Settings for Dark

આસામમાં એનઆરસીની અંતિમ યાદી જાહેર

Live TV

X
  • સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓને શોધી દેશનિકાલ કરાશે.

    આસામમાં NRC એટલે કે, રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટરની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ અંતિમ યાદીમા 3 કરોડ 11 લાખ 21 હજાર 4 લોકોનો સમાવેશ થયો છે. જ્યારે 19 લાખ 6 હજાર 657 લોકોને યાદીમાં સમાવેશ થયો નથી. કોર્ટના આદેશ અનુસાર NRC સમન્વય સમગ્ર અદ્યતન યાદીને આસામમાં જાહેર કરી છે.

    આસામના લોકો NRCની આ યાદીમાં પોતાના નામ સરળતાથી જોઈ શકશે. રાજ્યના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, સરકાર આ સંદર્ભમાં લોકોને તમામ પ્રકારની મદદ આપશે., મુખ્યમંત્રીએ એ વિશ્વાસ પણ અપાવ્યો હતો કે, જે લોકોનાં નામ આ યાદીમાં સમાવેશ નથી કરાયા તેમને અરજી કરવાની તક મળશે અને કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર તેમનો પક્ષ સાંભળવામાં આવશે

    નોંધનીય છે કે આ પહેલા સર્વાનંદ સોનોવાલે એ પણ ઉમેર્યું હતું કે 'એફટીમાં અપીલ દાખલ કરવાની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 120 દિવસ કરવાના લિસ્ટમાંથી છૂટી ગયેલા લોકોને એકસમાન તક મળશે.' તેમણે કહ્યું કે એનઆરસી હજારો લોકોના સહિયારા પ્રયત્નનું પરિણામ છે. અને આસામની જનતાના બિનશરતી સમર્થનના કારણે આ શક્ય બન્યું છે. રાજ્ય સરકારે લોકોને એ બાંહેધરી આપી કે જે લોકોના નામનો સમાવેશ નથી થયો તેમના માટે આગળ પણ વિકલ્પ ખુલ્લા રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply