Skip to main content
Settings Settings for Dark

આહવાના 112મા સ્થાપના દિવસની ઉજવણી, 5000થી વધુ નગરજનો ઉપસ્થિત 

Live TV

X
  • ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવાના રંગ ઉપવન ખાતે આહવા નગરનો 112મો સ્થાપનાદિન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે એકલવ્ય શાળા આહવા, વઘઈ, ઉનાઈ, વાંસદા સહીત ધરમપુર વલસાડ તેમજ અન્ય જિલ્લાના યુવા તેમજ બાળ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. 

    આ પ્રસંગે નાના નાના બાળકોએ વિવિધ પરંપરાગત નૃત્ય અને નાટકો રજૂ કર્યા હતા. આહવા નગરના સ્થાપના દિન નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં સૌ ડીજે ના તાલે ઝુમ્યા હતા. એકલવ્ય શાળા પરિવાર અને ગુજરાત હિલ કાઉન્સિલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં 5000થી વધુ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને રંગારંગ કાર્યક્રમો રજૂ કરાયા હતા. 

    આ પ્રસંગે જિલ્લા  ઉપપ્રમુખ એચ પી બચ્છવ, ગુજરાત હિલ કાઉન્સિલ ના પ્રમુખ ડૉ. એ.જિ પટેલ. ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક ગાંડાભાઈ પટેલ, એકલવ્ય શાળા પરિવાર હાજર રહ્યા હતા.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply