આ દિવસે જાહેર થશે ધો.12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
Live TV
-
ગુજકેટ અને સેમેસ્ટ પદ્ધતિના પરીક્ષાર્થીઓનું પરિણામ પણ એક જ દિવસે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા અને સેમેસ્ટર પદ્ધતિ માર્ચ 2019ના ઉમેદવારોનું પરિણામ આગામી 9 મેના દિવસે જાહેર થશે.આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે.તો ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્ર ગુરવારે સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી જિલ્લાના નક્કી કરાયેલા નિયત સ્થળો પર ઉપલબ્ધ થશે. જ્યારે શાળાના આચાર્યો પોતાની શાળાનું પરિણામ મુખત્યાર પત્ર રજૂ કરી મેળવી લેવાનું રહેશે.આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે વધુ જણાવ્યું કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોને ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે
