Skip to main content
Settings Settings for Dark

30 જેટલા ઘરફોડ ચોરી, લૂંટ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો

Live TV

X
  • સુરત SOGએ કામરેજના નનસાડ પાસેથી 3 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

    સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 30 જેટલી ઘરફોડ ચોરી ઉપરાંત મહારાષ્ટ્રમાં લૂંટ તેમજ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે.સુરત SOGએ કામરેજના નનસાડ પાસેથી 3 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે.અને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ મળી રૂપિયા 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ત્રણેય આરોપી આસિફ શેખ, આરીફ મોહમંદ અને કુણાલ રાજેશ દેશમુખે જિલ્લામાં લાંબા સમયથી તરખાટ મચાવ્યો હતો.ત્રણેય બંધ કારને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા.બંધ કારના કાચ તોડી તેમાં રહેલા સામાનની ચોરી કરતા હતા.પોલીસે ત્રણેયને ઝડપી વધુ પૂછપરછ કરતા તેમનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો.આરોપીઓએ જિલ્લાના કોસંબાના 7, ઓલપાડના 3 કડોદરાના 6, બારડોલીના 6, કામરેજના 7 અને અંકલેશ્વર સીટીનો એક ગુનો મળી કુલ 30 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી.હાલ પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply