Skip to main content
Settings Settings for Dark

ઇતિહાસ યાદ રાખતી કોમ હંમેશા જીવંત રહે છે: સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રવચન

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 'સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા'માં જણાવ્યું કે, જે કોમ ઇતિહાસ યાદ રાખે છે તે જીવંત રહે છે. તેમણે બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલના અદ્વિતીય નેતૃત્વ, 'સરદાર' ખિતાબ મળવાની ગાથા અને આઝાદી પછી 562 રજવાડાઓના એકીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે,"જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે." વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ગામ મોટા ફોફળીયા ખાતે સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાના અંતિમ ચરણ પૂર્વે આયોજિત 'સરદાર ગાથા'માં સહભાગી થતાં તેમણે આ ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા.

    બારડોલી સત્યાગ્રહ: 'સરદાર' ખિતાબની ગાથા
    રાજ્યપાલે ખાસ કરીને વલ્લભભાઈ પટેલની 'બારડોલીના સરદાર' તરીકેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે,1928માં અંગ્રેજ શાસન દ્વારા ખેડૂતો પર ભૂમિકર અચાનક 22% થી 60% સુધી વધારી દેવાયો હતો, જેનાથી ખેડૂતોની હાલત દયનીય બની હતી.

                      "આ મુશ્કેલીના સમયે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું. તેમણે પોતાની સફળ વકીલાત છોડીને દેશ સેવા અપનાવી. તેમણે ખેડૂતોને સંગઠિત કર્યા અને તેમના આત્મવિશ્વાસને જાગૃત કર્યો."

    સરદાર પટેલની સંગઠન શક્તિના પરિણામે ખેડૂત વર્ગ, અને ખાસ કરીને બહેનો, સત્યાગ્રહમાં મક્કમ રહ્યાં. આ આંદોલનની સફળતા જોઈને બારડોલીની બહેનોએ વલ્લભભાઈને 'સરદાર'નો ખિતાબ આપ્યો હતો. આ વિજયના પરિણામે અંગ્રેજ સરકારે ઝૂકવું પડ્યું અને કર 22% થી ઘટાડીને માત્ર 6.3% કરવો પડ્યો હતો, જેણે દેશભરમાં અંગ્રેજો વિરોધી આંદોલનમાં નવો જોશ ભર્યો હતો.

     અખંડ ભારતના નિર્માણમાં સરદારનું યોગદાન
    આઝાદી પછીના સરદારના યોગદાનને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ શાંતિપ્રિય વ્યક્તિત્વ ધરાવતા હતા અને ઈશ્વરે તેમને સંગઠન શક્તિના દેવતા તરીકે ધરતી પર મોકલ્યા હતા.

    •  તેમણે પોતાની મજબૂત ઈચ્છા શક્તિથી 562 રજવાડાઓને સમજાવ્યા અને રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં બાંધ્યા.
    •  તેમણે જૂનાગઢ અને હૈદરાબાદના શાસકોને પણ યોગ્ય રીતે સમજાવીને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.

     દેવવ્રતે ગૌરવ સાથે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ કલમ 370 હટાવીને સરદારના અખંડ ભારતના મિશનને પૂર્ણ કર્યું છે, જેનાથી સરદારની આત્મા સંતુષ્ટ હશે. કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના સન્માન અને રાષ્ટ્રની એકતા-અખંડિતતાના પ્રતીક તરીકે પ્રેરણા આપે છે. 

    આત્મનિર્ભર ભારત માટે નવી પેઢીને આહ્વાન
    આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે 'સરદાર @ 150' યાત્રા અત્યાર સુધીમાં 115 કિલોમીટર પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં અનેક મહાનુભાવોએ ભાગ લીધો છે. તેમણે કહ્યું કે, સરદાર પટેલે 562 દેશી રિયાસતોને એક સૂત્રમાં બાંધીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું, અને તેમના ત્યાગને આવનારી પેઢી ભૂલી શકશે નહીં.

    મંત્રીએ નવી પેઢીને આહ્વાન કરતાં કહ્યું કે,"આપણે સૌએ સરદારના એક ભારતનું સપનું લઈને ચાલવાની પ્રેરણામાંથી દેશને આત્મનિર્ભર ભારત બનાવવામાં સહભાગી થવાનું છે."

    તેમણે ઉમેર્યું કે ભારત આજે વૈશ્વિક અર્થતંત્રમાં ચોથા ક્રમે છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને પહોંચવાની તૈયારીમાં છે, જેનો મોટો ફાયદો આવનારી પેઢીને થશે.

    કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ પદયાત્રીઓ સાથે જોડાયા હતા, તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ગામના તેજસ્વી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 'સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા'માં જણાવ્યું કે, જે કોમ ઇતિહાસ યાદ રાખે છે તે જીવંત રહે છે. તેમણે બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલના અદ્વિતીય નેતૃત્વ, 'સરદાર' ખિતાબ મળવાની ગાથા અને આઝાદી પછી 562 રજવાડાઓના એકીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply