ઇન્ટર સેપ્ટર ચાર્લી-142 શિપે માનભેર વિદાય લીધી
Live TV
-
ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની 16 વર્ષ સુધી રક્ષા કરી.
ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની 16 વર્ષ સુધી રક્ષા કરનાર કોસ્ટગાર્ડની ઇન્ટર સેપ્ટર ચાર્લી-142 શિપે માનભેર વિદાય લીધી હતી. 16 વર્ષ સુધી કોસ્ટગાર્ડની મહત્વની અને પરાક્રમી કામગીરીમાં ભાગ લીધા પછી શિપની કાર્યક્ષમતા પૂર્ણ થઈ જતાં તેને કોસ્ટગાર્ડના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ આઈ.એસ. ચૌહાણની ખાસ ઉપસ્થિતિમાં સેવા નિવૃત્ત કરવામાં આવી હતી. 15 જાન્યુઆરી, 2002ના રોજ સૌ પ્રથમ વખત કોસ્ટગાર્ડ દ્વારા સી-142 શિપનો કોસ્ટગાર્ડમાં સમાવેશ કરાયો હતો અને પોરબંદરથી શિપને સમુદ્રમાં તરતી મુકવામાં આવી હતી. 26 મીટર લાંબી 130 ટન વજન વાળી અને ડબલ એન્જિન ધરાવતી બોટમાં 14 જવાનોએ ખડેપગે રહી 16 વર્ષ સુધી ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા કરી હતી. 16 વર્ષ દરમિયાન ચાર્લી-142 શિપનું એન્જિન 6 હજાર 12 કલાક સુધી કાર્યરત રહ્યું હતું. 16 જેટલા ઓપરેશનમાં અગ્ર ભૂમિકા ભજવી હતી. આ શિપની ડિઝાઇન ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી હતી.
