Skip to main content
Settings Settings for Dark

એડનના અખાતમાં વાવાઝોડાની સ્થિતી, ગુજરાત પર સંકટ નહીં

Live TV

X
  • સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું.

    ગલ્ફ ઓફ એડનમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે આગામી 24 કલાક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેથી માછીમારોને આગામી 48 કલાક ગલ્ફ ઓફ એડન,પશ્ચિમ સેન્ટ્રલ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર નજીક ન જવાની સુચના આપવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં નહીવત અસર જોવા મળશે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જામનગરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે કારણ કે દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા હોવાથી માછીમારો સમુદ્ર નજીક ન જાય તેવી સૂચના આપવામાં આવી છે. અમરેલીના જાફરબાદ બંદર પર 2 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. દરીયામાં પવનની ઝડપ વધવાની સંભાવનાના કારણે આ સિગ્નવ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ ફિશરીજ વિભાગ દ્વારા તકેદારી રાખવા બંદર વિસ્તાર એલર્ટ કરવામાં આવ્યો છે. દ્વારકાના ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. પોરબંદર બંદર પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply