ઇસરોના યુવિકા સમર પ્રોગ્રામ માટે અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થી પ્રથમ પટેલની પસંદગી
Live TV
-
મોડાસાની અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી પ્રથમ પટેલની પસંદગી થઈ છે. જેઓ બેંગ્લોર ખાતે ઇસરો સ્પેસ સેન્ટરમાં તાલીમ લેવા જશે. દેશના યુવાનો અવકાશ સંશોધનમાં આગળ આવે તે હેતુથી પ્રોત્સાહન આપવા માટે ઉનાળુ વેકેશન દરમિયાન ઇસરો દ્વારા ખાસ કેમ્પ યોજાય છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એટલે કે ઇસરોના યુવિકા સમર પ્રોગ્રામ માટે અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થી પ્રથમ પટેલની પસંદગી થતા તેનો સન્માન સમારોહ યોજાયો હતો. મોડાસાની અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી પ્રથમ પટેલની પસંદગી થઈ છે. જેઓ બેંગ્લોર ખાતે ઇસરો સ્પેસ સેન્ટરમાં તાલીમ લેવા જશે. દેશના યુવાનો અવકાશ સંશોધનમાં આગળ આવે તે હેતુથી પ્રોત્સાહન આપવા માટે ઉનાળુ વેકેશન દરમિયાન ઇસરો દ્વારા ખાસ કેમ્પ યોજાય છે. આ વર્ષે 200થી વધારે તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી ઇસરોના ધારાધોરણ મુજબ ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓને આ તક મળી છે. જેમાંનો એક પ્રથમ પટેલ છે.
