બીટીપી દ્વારા છોટાઉદેપુર બેઠક માટે ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાઠવાના નામની જાહેરાત કરી
Live TV
-
બીટીપી દ્વારા છોટાઉદેપુર બેઠક માટે ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાઠવાના નામની જાહેરાત કરી છે. જેના બીજા જ દિવસે છોટાઉદેપુર પોલીસ દ્વારા નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ અટકાયત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. નરેન્દ્ર રાઠવા ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીના ભાગરૂપે સોગંદનામું કરવા છોટાઉદેપુર કોર્ટમાં ગયા ત્યારે તેમની અટકાયત કરતા કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ક્વાંટ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને નરેન્દ્ર રાઠવાને છોડવાની માંગ કરી છે. જો તેમને છોડવામાં નહીં આવે તો બીજી એપ્રિલે કાર્યકરો સાથે કલેક્ટરનું આવેદનપત્ર આપશે તેમજ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
