ઈન્ડિયા-જાપાન બિઝનેસ ટુરિઝમ કોન્કલેવનો Dy.CM એ કરાવ્યો પ્રારંભ
Live TV
-
અમદાવાદમાં એએમએ ખાતે ઈન્ડિયા-જાપાન બિઝનેસ ટુરિઝમ કોન્કલેવનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જાપાનમાં ભારતના પૂર્વ એમ્બેસેડર સુજન ચિનોઈ દ્વારા પ્રારંભ કરાયો હતો.
બીજા દિવસે આ કોન્કલેવમાં બંને દેશ વચ્ચે બિઝનેસ અને પ્રવાસન ક્ષેત્રની સફળતા અંગે વાતચીત થઈ હતી.
જાપાન ટુરિઝમ આધારીત ફોટો એક્ઝીબિશન રવિવાર સુધી ચાલશે. કાર્યક્રમ દરમિયાન ક્વિઝ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ડો જાપાન એસોસીએશન, ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કોન્કલેવ દરમિયાન જાપાનના ઉદ્યોગો અંગે માહિતી મળવાથી ગુજરાતના ઉદ્યોગકારોને નવી ટેકનોલોજી અંગે જાણકારી મળશે.
