Skip to main content
Settings Settings for Dark

ઈન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર શહીદ વડોદરાના જવાન સંજય સાધુની કરાઈ અંતિમવિધિ

Live TV

X
  • BSFની 6 બટાલિયનના PI સંજય સાધુ રવિવારે થયા હતા શહીદ, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા શહેરીજનો

    BSFની 6 બટાલિયનમાં PI તરીકે ફરજ બજાવતા સંજય સાધુ ઈન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર રવિવારે શહીદ થયા હતા. તેમનો પાર્થિવ દેહ વતન વડોદરા આવી પહોંચતા આજે અંતિમ યાત્રા નીકળી હતી. દેશ માટે બલિદાન આપનારા સંજય સાધુની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. સંજય સાધુની અંતિમ યાત્રામાં ભારત માતા કી જય. સંજય સાધુ અમર રહો જેવા નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

    સાંસદ, મેયર, પાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના મહાનુભાવોએ સંજય સાધુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નોંધનીય છે કે 27 દિવસમાં જ વડોદરાના આરીફ પઠાણ બાદ બીજા વીર સપૂતે દેશ માટે બલિદાન આપ્યું છે. વડોદરાના ગોરવા કોડિયા રોડની ભગવત કૃપા સોસાયટીમાં રહેતા સંજય મોહનભાઈ સાધુ 15 ડિસેમ્બર 2010માં BSFમાં ભરતી થયા હતા.

    રવિવારે PI સાધુ અને તેમને પાર્ટી પેટ્રોલિંગમાં હતી ત્યારે આસામના ધુમરી જિલ્લામાં ગાયોની શંકાસ્પદ તસ્કરીની હલચલ જોવા મળી હતી. સંજય સાધુ અને તેમની ટીમ તસ્કરોને ઝડપવા માટે પાછળ દોડી હતી. પરંતુ PI સંજય સાધુ અચાનક લપસી ગયા હતાં અને પૂરથી ભરેલા નાળામાં પડ્યાં હતા. આ પછી સાથી જવાનોએ તેમને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ત્યાં તેમને ડૉક્ટર મૃત જાહેર કર્યા હતાં. શહીદવીર સંજય સાધુને ગોર્ડ ઓફ ઓનર અપાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply