નર્મદા ડેમની સપાટી વધતા વીજ યુનિટ ચાલુ કરવા કેબિનેટમાં ચર્ચા વિચારણા
Live TV
-
રાજ્યના જળસ્તર અંગે થઇ સમીક્ષા - નર્મદા દરવાજા નાખ્યા બાદ પ્રથમ વાર પહોંચી નર્મદા ડેમ 131 મીટરની સપાટીએ - ડેમની સપાટી વધતા વીજ યુનિટ ચાલુ કરવા અંગે કેબીનેટમાં ચર્ચા વિચારણા
નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલની ડેમ સપાટી 133.06 મીટર છે. ઉપરવાસમાંથી 2 લાખ 29 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 15 દરવાજા ખુલ્લા છે. ડેમમાંથી હાલ 1 લાખ 78 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતુ થયુ છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. કેવડિયાનો ગોરા બ્રિજ હજુ પણ પાણીમાં ગરકાવ છે. ગોરા બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ છે.
આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની આવક અને વધતી ડેમની જળસપાટી તેમજ હજુ ડેમને 138 મીટર સુધી ભરવાની સરકારની વિચારણા છે. ડેમની સપાટી વધતા વીજ યુનિટ ચાલુ કરવા અંગે કેબીનેટમાં ચર્ચા વિચારણા થઈ હતી. હાલમાં RBPH અને CHPHમાં વીજ ઉત્પાદન ચાલુ છે. મહત્વપૂર્ણ છે કે, મુખ્યમંત્રી ગત 11 ઓગસ્ટના રોજ રશિયાના પ્રવાસે ગયા હતાં અને ત્યાંથી પરત ફર્યા બાદ આ તેમની પ્રથમ કેબિનેટની બેઠક મળી છે.
