ગાંધીનગર ખાતે CM રૂપાણીના હસ્તે પાલિકાના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગાંઘીનગર ખાતે મહાનગરપાલિકા અને નગરપાલિકાના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ શહેરી સત્તા મંડળોને 2000 હજાર કરોડના ચેક વિત્તરણ કરવામાં આવ્યા હતા.
જેમા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મ્યુનિ ફાયનાન્સ બોર્ડના પ્રમુખ ધનસૂખ ભંડેરી, રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ, વિભાવરીબેન દવે તેમજ મહાનગર અને નગરોના અધિકારીઓ અને પદ્દાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, રાજ્યનાા શહેરી વિકાસ માટે સરકાર દ્વારા બજેટ રજૂ કર્યા ના 15 થી 17 માં દિવસે 2 હજાર કરોડની ગુજરાત રાજ્યના મહાનગરપાલિકા અને નપગરપાલિકનાને આપવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પૈસાની ચિંતા ના કરો લોકોની સસમ્યાના સમાધાન માટે કામ કરો.તેના દ્વારા આધુનિક નગરો અને વર્લ્ડક્લાસ નગરોની શહેરો બની શકશે.
