Skip to main content
Settings Settings for Dark

મૂળે વડોદરાના BSFના જવાન સંજય સાધુ બાંગ્લાદેશ બોર્ડર પર થયા શહીદ

Live TV

X
  • BSFની 6 બટાલિયનમાં PI તરીકે ફરજ બજાવતા સંજય સાધુ ઈન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર રવિવારે શહીદ થયા હતા. આજે સાંજે શહીદવીર સંજય સાધુનો પાર્થિવ દેહ વતન વડોદરા ખાતે આવશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

    27 દિવસમાં જ વડોદરાના આરીફ પઠાણ બાદ બીજા વીર સપૂતે દેશ માટે બલિદાન આપ્યું છે. વડોદરાના ગોરવા કોડિયા રોડની ભગવત કૃપા સોસાયટીમાં રહેતા સંજય મોહનભાઈ સાધુ 15 ડિસેમ્બર 2010માં BSFમાં ભરતી થયા હતા.

    રવિવારે PI સાધુ અને તેમની પાર્ટી પેટ્રોલિંગમાં હતી ત્યારે આસામના ધુમરી જિલ્લામાં ગાયોની શંકાસ્પદ તસ્કરીની હલચલ જોવા મળી હતી. સંજય સાધુ અને તેમની ટીમ તસ્કરોને ઝડપવા માટે પાછળ દોડી, પરંતુ ત્યારે PI સંજય સાધુ અચાનક લપસી પાણીથી ભરેલા નાળામાં પડ્યામાં હતા.

    સાથી જવાનોએ તેમને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.પરંતુ ત્યાં તેમને ડૉક્ટર મૃત જાહેર કર્યા હતા. જ્યાં શહીદવીર સંજય સાધુને ગોર્ડ ઓફ ઓનર અપાયું હતું. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને વતન વડોદરામાં લવાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply