Skip to main content
Settings Settings for Dark

સુરતમાં પોલીસ જવાનોના ખભા પર જોવા મળશે બોડી વોર્ન લાઈવ કેમેરા

Live TV

X
  • કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તોડતા તત્વો સામે પોલીસની ત્રીજી આંખ રાખશે નજર

    કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનાવવા સુરત પોલીસ એક નવો જ પ્રયોગ શરૂ કર્યો છે.સુરતના પોલીસના જવાનોના ખભા પર ઉપર હવે બોડી વોર્ન લાઈવ કેમેરા લાગેલા હશે.આ કેમેરા અસામાજિક તત્વો અને ગુનેગારો પર ખાસ વોચ રાખશે.ત્રીજી આંખ સમાન આ કેમેરાથી પોલીસને ઘણો જ લાભ થશે.પોલીસની નજર ચૂકવી ભાગતા લોકો સામે ખાખી પર ફિટ કરાયેલો આ કેમેરો ત્રીજી આંખનું કામ કરશે.આ કેમેરા સાથે પોલીસના જવાનો કોઈ પણ સ્થળે પેટ્રોલિંગ કરી શકશે.તો પોલીસના જવાનો પણ ક્યાં ડ્યુટી કરી રહ્યા છે તેનો ખ્યાલ ઉચ્ચ અધિકારીઓને આ કેમેરાથી આવશે.બોડી વોર્ન લાઈવ કેમેરામાં નાઈટ વિઝનની પણ ફેસીલીટી છે.સાથે સાથે ઓડિયો, વીડિયો ફીચર્સ, લેઝર લાઈટ, નાઈટ લાઈટ, ટુ વે કોમ્યુનિકેશન ઈમરજન્સી બટન, લાઈવ સ્ટ્રીમિંગ વીથ લોકેશન સહિતના ફિઝર્સ છે.જે પોલીસ માટે ઘણા જ ઉપયોગી નીવડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply