ગુજરાતના વધુ 20 લોક સાહિત્યકારો ભાજપમાં જોડાયા
Live TV
-
કહ્યું 'ભાજપ સર્વ જન સુખાય, સર્વ જન હિતાય' ના સુત્ર પર કરી રહી છે કામ
ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્યવૃદ્ધિ અભિયાનના ભાગ રૂપે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ભાજપમાં જોડાય રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે, લોકસાહિત્યકારો , પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. જેમા ભજનીક હેમંત ચૌહાણ, સંગીતા લાબડિયા, બંકિમ પાઠક, ગોપાલદાન બારોટ જોડાયા હતા. આ ઉપરાંત ઉપસ્થિત રહી ન શક્યા તેઓ પોતાના સંદેશા દ્વારા ભાજપમાં જોડાયા હતા.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બંકિમ પાઠક, હેમંત ચૌહાણ, શ્યામલ સૌમિલ, સંગીતા લાબડિયા સહિતના 20 જેટલા લોકસાહિત્યકારોને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કહ્યું હતું. જ્યારે ભીખુદાન ગઢવી, મનુભાઇ રબારી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, જીગ્નેશ કવીરાજ, સાઇરામ દવે, ગીતા રબારી અગાઉ ભાજપમાં જોડાયા હતા.
