Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં જળશક્તિ કિસાન મેળા, વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • જળશક્તિ અને પર્યાવરણ બચાવવાના અભિયાનનો પ્રારંભ કરાયો

    કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે જળશક્તિ કિસાન મેળા તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત કોબા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જળશક્તિ અને પર્યાવરણ બચાવવાના અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા 5000 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી આર. આર. રાવલ, ખેતીવાડી અધિકારી ડી. પી. યાદવ કોબાના સરપંચ યોગેશભાઈ તેમજ ચીરિપાલ ગ્રૂપ, પૂરી ફાઉન્ડેશન, રાહેજા ગ્રૂપ, મહેશ્વરી ભગિની સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply