Skip to main content
Settings Settings for Dark

ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાયા

Live TV

X
  • વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. ત્યારે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા ઈન્દ્રીનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. દિલ્લીમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. અને તેમણે આપને ભાજપની બી ટીમ ગણાવી હતી. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ટિકિટ વહેંચણીથી નારાજ હતા અને તેના જ કારણે તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે.

    ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. તો બીજીતરફ AAPના સંગઠન મંત્રી રાજભા ઝાલાએ તો મીડિયાને ત્યાં સુધી જણાવ્યું હતું કે, પાર્ટીની નીતિ અવસરવાદી છે, રાજભા ઝાલા મરી જશે પણ કોઈના પગ નહીં પકડે.'

    AAP લોકોને મૂર્ખ બનાવે છે: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
    ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ મીડિયાને જણાવ્યું કે, મારા પિતાના સમયથી કોંગ્રેસમાં રહ્યો છું. કોંગ્રેસ છોડવા પર પરિવાર સહમત નહોતો. હું AAPમાં એટલે ગયો કે ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને તેને ગુજરાતમાં હરાવવી જરૂરી છે તેથી મેં AAP જોઈન કરી કદાચ ત્યાંથી હરાવી શકું પણ AAPની જે રીતની ફંક્શનિંગ જોઈ જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે તેમ આમ આદમી પાર્ટી પણ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે.

    AAP ભાજપની B ટીમ છે
    કોંગ્રેસમાં આવું ક્યારેય નહોતું થતું અને તે મને સારૂ લાગે છે એટલે હું ફરીથી અહીં આવ્યો છું. આમ આદમી પાર્ટી (AAP) લોકોને મૂર્ખ બનાવીને ન માત્ર સત્તામાં આવવા માંગે છે પણ ભાજપમાં સત્તામાં રહે તે માટે B ટીમ તરીકે કામ કરે છે. તેથી હું મારા પોતાના ઘરે આવી ગયો છું અને મને સારૂ લાગી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply