કોંગ્રેસ AAPને આવકારે છે, સાથે મળીને ચૂંટણી લડી શકાય: ભરત સિંહ સોલંકી
Live TV
-
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. પરંતુ, હજુ પણ કોંગ્રેસમાં સક્રિયતા અને સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. ગઇકાલે ભરતસિહ સોંલકીએ કહ્યું હતું, કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને આવકારે છે અને સાથે રહીને ચૂંટણી લડી શકાય તેમ છે. જો કે ખુદ કોંગ્રેસના નેતાઓએ ભરતસિંહ સોંલકીના આ નિવેદનથી છેડો ફાડ્યો હોય તેમ લાગી રહ્યું છે.
કોંગ્રેસના નેતાઓ ભરતસિંહના નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોના નામ પર દિલ્લીમાં મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે જેમાં ભાગ લેવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ દિલ્લી પહોંચ્યા છે.
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
કોંગ્રેસે ગઈ કાલે મોડી સાંજે વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટી પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. જ્યારે રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ આપી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંભવિત ઘાટલોડિયા વિધાનસભાની બેઠક કોંગ્રેસ સિનિયર નેતા અમીબેન યાજ્ઞિકની પસંદગી કરી છે. તેમજ ભાવનગરના મહુવામાં કનુભાઇ કલસરિયાને ટિકિટ આપવામાં આવી છે.
