Skip to main content
Settings Settings for Dark

ભાજપના  સિનિયર નેતા જય  નારાયણ વ્યાસે રાજીનામુ આપ્યું

Live TV

X
  • ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે ગઈ કાલે મોડી રાતે કોંગ્રેસની યાદી જાહેર થઈ અને મોડી રાતે જ તેમના ભાજપને રામ રામના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા.

    થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું. અને આ વાત માત્ર છ દિવાસમાં જ સાચી ઠરતી હોય તેમ ભાજપમાંથી રાજીનામું આપીને સાચી ઠેરવી હોય તેમ લાગે છે.તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિદ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરી શકે. વ્યાસે આ મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply