ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડાશે
Live TV
-
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બર 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતગણતરી આઠમી ડિસેમ્બરે હાથ ધરાશે. ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે રાજય વિધાનસભાની આગામી ચુંટણીમાં આયોજન માટે તંત્ર સંપુર્ણ સજજ છે.
ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહયું કે કુલ ચાર કરોડ નેવુ લાખ મતદારો પૈકી સાત લાખથી વધુ નવા ઉમેરાયેલા છે, જયારે શતાયુ મતદારોની સંખ્યા 10 હજારથી વધુ છે. દરેક બેઠક પર એફ એમ 182 જેટલા આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
પી. ભારતીએ જણાવ્યું હતું કે, આંતરરાજય સરહદ ઉપર ૧૩ર ચેકપોસ્ટ ઉભા કરવામાં આવેલ છે અને સરહદી રાજયો સાથે સંકલન કરી અપરાધીઓ અને અસામાજિક તત્વોના અવરજવર ઉપર નજર રાખવા અને ગેરકાયદેસર હથિયાર, નશીલા પદાર્થો વગેરેની હેરાફેરી રોકવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
SRPF, સ્થાનીક પોલીસ, હોમગાર્ડ, GRD અને ગૃહ મંત્રાલય, ભારત સરકાર ધ્વારા ફાળવવામાં આવેલ Central Armed Police Force ના કંપનીઓને ચેકપોસ્ટ, Flag March, Flying Squad, State Surveillance Team વિગેરે કામગીરી માટે તૈનાત કરવામાં આવેલ છે.
આદર્શ આચાર સંહિતાની અમલીકરણ માટે દરેક મત વિસ્તાર દીઠ ૩ ફલાઇંગ સ્કોડના હિસાબે રાજયમાં કુલ પ૪૬ ફલાઇંગ સ્કોડ કાર્યરત કરવામાં આવેલ છે. Exenditure Monitoring માટે IT Department, GST Department, Prohibition & Excise Department, Narcotics Control Bureau, Enforcement Directorate વિગેરે સાથે સંકલન કરવામાં આવી રહેલું છે. રાજયના આંતરરાષ્ટ્રીય અને આંતર રાજય જળ અને જમીન સીમાઓથી થતી ગેર કાયદેસર પ્રવૃતિઓ અટકાવવા બોર્ડર સિકયોરીટી ફોર્સ, કોસ્ટ ગાર્ડ, આઇજીપી કોસ્ટલ સિકયોરીટી સાથે તેમજ રાજયના વિમાન મથકોએ તકેદારી રાખવા CISF સાથે સંકલન કરવામાં આવેલુ છે.
ભારતીય ચુંટણી પંચ, નવી દિલ્હી ધ્વારા તા.26 તથા 27 સ્પેટમ્બર 2022ના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી – 2022 ને અનુલક્ષીને તમામ શહેર જીલ્લાના પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે ગાંધીનગર ખાતે ચુંટણીની પુર્વ તૈયારી સમીક્ષા બેઠકનું આયોજન કરેલ છે.
