રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે: કોંગ્રેસે 43 બેઠકોની યાદી જાહેર કરી
Live TV
-
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર વોટિંગ થશે. આ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
પાર્ટી પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. જ્યારે રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ આપી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંભવિત ઘાટલોડિયા વિધાનસભાની બેઠક કોંગ્રેસ સિનિયર નેતા અમીબેન યાજ્ઞિકની પસંદગી કરી છે. તેમજ ભાવનગરના મહુવામાં કનુભાઇ કલસરિયાને ટિકિટ આપવામાં આવી છે.
અમીબહેન રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ
ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને જાહેર કર્યા છે. હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે તેણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેઓ પ્રાદેશિક કક્ષાએ પણ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહે છે. તો દસ્ક્રોઇ મતવિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદી બુધાજી ઝાલા ઠાકોર સમાજના આગેવાન છે. ઠાકોર સમાજમાં સ્વીકૃત છે. તેઓ કોંગ્રેસના જૂના આગેવાન છે. દરેક કોંગ્રેસના કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવતાં હોય છે.અમદાવાદના ભીખુ દવેને કોરોના કાળની કામગીરી ફળી
એલિસબ્રીજ મતવિસ્તારમાંથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલાં ભીખુભાઇ દવે સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસની હેલ્થ કમિટીના ચેરમેન છે. આ કમિટીએ કોરોનામાં સારું કામ કર્યું છે. તેઓએ જીવના જોખમે કામ કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં સેવા આપતાં હતા. કોંગ્રેસના પાયાના કાર્યકરમાં તેમની ગણના થાય છે. બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ તથા સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલાં છે. સેવા કરવા માટે સતત તત્પર રહેવાનો તેમનો સ્વભાવ છે. તેના કારણે તેઓ કોંગ્રેસ જ નહીં બલ્કે સ્થાનિક વિસ્તારમાં પણ લોકોના પ્રિય છે.
