ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતને મળી વધુ એક સિદ્ધિ, ધ એવોર્ડ ઓફ એક્સેલન્સ એવોર્ડ થયો પ્રાપ્ત
Live TV
-
ઈ- ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. જેનાં કોમ્પ્યુટરાઈઝડ મોનિટરીંગ સિસ્ટમ ક્ષેત્રે, ગુજરાતને કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયાનો, પ્રતિષ્ઠિત એવોર્ડ ,"ધ એવોર્ડ ઓફ એક્સેલન્સ" એનાયત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોના ,જમીન- વિવાદને લગતા કેસોનું ,ઝડપથી નિકાલ અને ,રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને, તે માટે રાજ્ય સરકારે, ઈ- ગર્વનન્સના ,માધ્યમ દ્વારા ટેકનોલોજી થકી ,ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ બનાવી છે.
રાજ્ય સરકારના, પ્રયાસોને કેન્દ્ર સરકાર, સહતિ વિવિધ રાજ્યોએ પણ બિરદાવ્યા છે, ત્યારે રાજ્યની આ કામગીરી બદલ તત્કાલિન અધિક સચિવ, વિકટર મેકવાન દ્વારા ,એવોર્ડ સ્વીકારવામાં આવ્યો છે. જયારે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ આ બદલ અભિનંદન પાઠવી, પ્રોજેક્ટને, વધુ લોકભોગ્ય બનાવવા અનુરોધ કર્યો છે.
