જૂનાગઢ ખાતે વિજ્ઞાન સેમિનારનું આયોજન, 60 આગાહીકારોનું કરાયું સન્માન
Live TV
-
આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને જુનાગઢ ખાતે 25 માં વર્ષનો વિજ્ઞાન સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનારમાં છેલ્લાં 10 વર્ષમાં 50 ટકાથી વધારે આગાહી સાચી પડી હોય તેવા 60 જેટલાં આગાહીકારોનું કૃષિ યુનિવર્સિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સૌ કોઈએ પોતાના વિચારો અને આગામી વર્ષે વરસાદ અને વર્તારો પણ રજૂ કર્યા હતા. આગાહીકારોના મતે જૂનના ત્રીજા કે ચોથા સપ્તાહમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અને એક તબક્કામાં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરાઇ છે. આ ઉપરાંત જૂલાઈ માસમાં અમુક ભાગોમાં અતિવૃષ્ટિ જ્યારે અમુક ભાગોમાં અનાવૃષ્ટિની પણ શક્યતા સેવી છે.
