શાળાઓનું વેકેશન નહીં લંબાવવાનો નિર્ણય શિક્ષણમંત્રીએ જાહેર કર્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ માર્ગદર્શક બેઠક સંપન્ન-- શાળા પ્રવેશોત્સવ પર થઈ ચર્ચા -- 13 અને 14 જૂને ગ્રામીણ જ્યારે 15 જૂને શહેરી ક્ષેત્રોમાં શાળા પ્રવેશોત્સવનું કરાયું આયોજન- વેકેશન નહી લંબાવવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વેકેશન નહીં લંબાવવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. આ અગાઉ રાજયમાં ગરમીનો પારો વધતા રાજયભરનાં શાળાઓમાં વેકેશન લંબાવવા વાલી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
પરંતું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શાળા સમયસર ખુલશે તેવો નિર્ણય લેવાયો છે. સાથે શાળાના સમયમાં ફેરફાર અંગે વિચાર વિમર્શ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 10 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.
