Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં હિટવેવ જાહેર, અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર 

Live TV

X
  • રાજ્યના લોકો ,ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં હિટ વેવ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં બે દિવસ સુધી હિટ વેવની અસર રહેશે.

    તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી પ્રવાસ ટાળવો અને જો જરૂરી હોય તો જ સાવચેતી સાથે પ્રવાસ કરવો. એટલું જ નહીં  બાળકો, વૃદ્ધો, અને બિમાર વ્યક્તિઓએ ઘરની બહાર ન નીકળવું તેવી સલાહ આપવામાં આવી છે.

    હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન સાથે ,ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ,તાપમાન નો પારો ઉંચો રહેવાની સંભાવના ,વ્યક્ત કરવામાં આવી છે. દેશના અન્ય વિસ્તારો પણ, ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. 

    રાજસ્થાનના ચૂરૂ અને શ્રી ગંગાનગર ખાતે વિક્રમજનક તાપમાન નોંધાયું છે. અહિં 76 વર્ષનો રેકર્ડ ટુટ્યો છે. ચૂરુ ખાતે 48.9 તો ગંગાનગર ખાતે 48.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. મધ્યપ્રદેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડીગ્રીને પાર કરી ગયો હતો. દિલ્હીમાં પણ લોકો ગરમી થી ,પરેશાન છે. તો રાજ્યમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. 

    હવામાન વિભાગે સૌરાષ્ટમાં હીટવેવની આગાહી કરી છે. રાજકોટ , સુરેન્દ્રનગર , અમરેલીમાં ગરમ પવન ફુકાશે તેમજ અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોકે બે દિવસ બાદ ગરમીમાં ઘટાડો થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply