વર્લ્ડ સાઈકલ ડે ની દેશ સહિત રાજ્યભરમાં સાયક્લોથોન યોજી કરી ઉજવણી
Live TV
-
વિશ્વ આજે સાયકલ દિવસ ની ઉજવણી કરી રહ્યું છે. વડોદરા ખાતે પણ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓ.એન. જી.સી. ખાતે બરોડા રાઇડસ ફોર સાયકલ ટ્રેડસના નામે યોજાયેલી સાયકલોથોનમાં 100થી વધુ સાયકલ વીરો જોડાયા હતા.
વિશ્વમાં ,પેટ્રોલ ડિઝલના ઉપયોગને કારણે ગ્લોબલ વોર્મિગ વધી રહ્યું છે, ત્યારે પર્યાવરણને બચાવવા માટે સાયકલ ઉપયોગી થઇ પડે છે. વડોદરામાં આ સંદેશો વહેતો થયો હતો. O.N.G.Cના એક્ઝિક્યુટીવ ડીરેક્ટર અરૂણ કુમારે સાયકલ યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. સાયકલ યાત્રા, વડોદરાના વિવિધ વિસ્તારોમાં ,ફરી હતી.
આજે ત્રીજી જૂન એટલે કે વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે રાજકોટ ખાતે સાયકલ કલબ દ્વારા ગઈ રાત્રે સાયકલિંગ અવેરનેસ માટે સાયકલિંગ ઈવેન્ટ યોજાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ ,ફલેગ ઓફ દ્વારા સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે તેઓ પણ આ સાયકલિંગ ઈવેન્ટમાં જોડાયા હતા.
શહેરના રેસ કોર્સ રિંગ રોડ પર ,આવેલા ,મેયર બંગલોથી લઈ ,રાજકોટનાં રાજમાર્ગો પર નીકળેલી આ સાયકલ રેલીમાં નાના બાળકોથી લઈ અબાલવૃદ્ધોએ જોડાઈને જાહેર જનતાને સંદેશો પાઠવ્યો હતો.
