ઉઝબેકિસ્તાનથી પરત ફર્યા CM વિજય રૂપાણી
Live TV
-
ઉઝબેકિસ્તાન પ્રવાસથી વેપાર સંબંધોને નવો આયામ મળશે: CM
ઉઝબેકિસ્તાનની ચાર દિવસની મુલાકાતે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ પરત ફર્યા હતા. જ્યાં અમદાવાદ એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રવાસને સફળ ગણાવતાં કહ્યું હતું કે, આ મુલાકાતથી વ્યાપારિક સંબંધોને એક નવો આયામ મળશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજી હતી. જેમાં તેમણે ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો. આ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વિકાસથી તેમજ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં તેમની સહભાગીતાથી તેઓ પ્રભાવિત થયાનો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સત્કાર અને સમગ્ર પ્રવાસ દરમ્યાન મળેલ સહયોગ અંગે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખનો આભાર પ્રગટ કર્યો હતો. બંને મહાનુભાવોએ ગુજરાત-ઉઝબેકિસ્તાનના લોકોના-નાગરિકોના વ્યાપક હિતમાં પરસ્પર વ્યાપાર, નિવેશ તેમજ પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત કર્યો હતો. ગુજરાત પ્રતિનિધિમંડળના વરિષ્ઠ સચિવશ્રીઓ, રાજદૂતાવાસના અધિકારીઓ અને ઉઝબેકિસ્તાન સરકારના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
