ઉનાળો બન્યો આકરો, પાણી માટે તરસી રહી છે પ્રજા
Live TV
-
જિલ્લાના મોટા ભાગના ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. મધ્યમ સિંચાઈના 20 ડેમોમાંથી 17 જેટલા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે.
સમગ્ર ગુજરાત કાળ ઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યારે સૌથી વધુ રણ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પાણીની સમસ્યા ઉદભવે તો નવાઈ નહીં. કારણ કે ઉનાળાની કાળ ઝાળ ગરમી વચ્ચે જિલ્લાના મોટા ભાગના ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. મધ્યમ સિંચાઈના 20 ડેમોમાંથી 17 જેટલા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. આ ડેમોમાં માત્ર 12.90 ટકા જ પાણી બચ્યું છે. ડેમમાં પાણી ઓછું થઈ જતાં જિલ્લાના છેવાડાના ગામોના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ અંજારના ટપ્પર ડેમ રાપર તાલુકાના સુવઈ અને ફતેહ ગઢ ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યા છે. પરંતુ જે જળાશયો સુકાઈ રહ્યા છે તેના કારણે લોકોને પાણી વગર દિવસો કાઢવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
