ઊંઝામાં કેમિકલયુક્ત ભેળસેળયુક્ત વરિયાળીનો મોટો જથ્થો ઝડપાયો: 26 ટન વરિયાળી સીઝ
Live TV
-
ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ઉનાવા ખાતે દરોડા પાડી ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન વરિયાળીને આકર્ષક અને લીલી બનાવવા માટે તેમાં અખાદ્ય કેમિકલ કલરની ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું.જપ્ત મુદ્દામાલ તંત્ર દ્વારા રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો છે.લાઇસન્સનો અભાવ તપાસમાં બહાર આવ્યું છે કે, બંને પેઢીઓ પાસે ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું. લેબોરેટરી પરીક્ષણ માટે વરિયાળીના નમૂના લઈ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ છે.આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં મિલાવટખોરો સામે ચેકિંગ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે.
