Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથમાં મેઘમહેર: ખરીફ પાકની વાવણીનો ઉત્સાહભેર પ્રારંભ

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

    જિલ્લાભરમાં ખરીફ પાકોની વાવણી કામગીરીએ જોર પકડ્યું છે.વાવેતરનું લક્ષ્ય જિલ્લામાં અંદાજે 80 હજાર હેક્ટરમાં મગફળી, 25 થી 30 હજાર હેક્ટરમાં સોયાબીન અને 10  થી 15 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થવાનો અંદાજ છે.જળસ્તરમાં વધારો સારા વરસાદને કારણે કૂવા અને વાવના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોમાં આગામી સીઝન માટે આશાવાદ જોવા મળી રહ્યો છે.કૃષિ નિષ્ણાતોની સલાહ: કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું છે કે, 15 જુલાઈ બાદ વાવણી કરવાની સ્થિતિમાં ખેડૂતોએ મગફળીની GG-35, GG-37 અને GG-39 જેવી જાતો અથવા સોયાબીન, તલ, મગ અને અડદ જેવા વૈકલ્પિક પાકોની પસંદગી કરવી હિતાવહ છે.હાલ ખેતરોમાં ટ્રેક્ટર અને બળદની મદદથી વાવણીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વરસાદ અનુકૂળ રહેતા ખેડૂતોને આ વર્ષે મબલખ પાકની અપેક્ષા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply