સુરતમાં ખાડી પૂરના કાયમી ઉકેલ માટે 500 કરોડની સહાય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Live TV
-
સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત અને નવસારી પહોંચ્યા હતા.
તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ અને આર્થિક સહાયની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.કાયમી નિવારણ સુરતમાં વારંવાર આવતી ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 500 કરોડના ખાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે.સહાય વિતરણ મુખ્યમંત્રીએ તંત્રને અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ અને ઘરવખરીની સહાય ચૂકવવા સૂચના આપી છે.કડક તપાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, પૂરની સ્થિતિમાં રોડ-રસ્તા કે અન્ય કામગીરીમાં ગુણવત્તા સાથે બાંધછોડ કરનાર કે બેદરકારી દાખવનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.વહીવટી કામગીરી સુરતમાં 3600 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 4,100 લોકોને રિલીફ સેન્ટરમાં આશ્રય અપાયો છે. NDRF અને SDRFની ટીમો સતત કાર્યરત છે.મુખ્યમંત્રીએ આફતના સમયમાં વહીવટી તંત્રની સાથે મળીને કામ કરનાર 5,000થી વધુ સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ નવસારી પહોંચીને વલસાડ અને નવસારી જિલ્લામાં થયેલા નુકસાન અંગે અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
