ઊંઝામાં મા ઉમિયા લક્ષચંડી યજ્ઞનો શ્રધ્ધાપૂર્વક પ્રારંભ: CM વિજય રૂપાણીએ હાજરી આપી
Live TV
-
માતાજીના જયઘોષ સાથે સેંકડો પાટીદારોમાં મહા ઉત્સવની ઉજવણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત, અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત.
મહેસાણાના આંગણે ઊંઝા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ઉમિયા માતા મંદિર સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનું પાંચ દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસના પ્રારંભે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત વિવિધ મહાનુભાવોએ પ્રેરક હાજરી આપી હતી. લક્ષચંડી મહા યજ્ઞમાં , 1100 યજમાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે , માતાજીના યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. અહીં આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ , નિર્વિઘ્ને દર્શન કરી શકે , તે માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. 800 વીઘા જમીન પર ઉમિયા ધામનું નિર્માણ કરાયું છે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ , અને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલા સહિતના મંત્રીઓ એ , હાજરી આપીને લક્ષચંડી યજ્ઞની સફળતાની શુભેચ્છા પાઠવી હતી. આ ભવ્ય આયોજનમાં ભક્તિભાવ સાથે , ધાર્મિક, સામજિક, સદભાવનાની સુંગધ જોવા મળી રહી છે. તો બીજી તરફ વ્યવસાયિક, અને સાયન્સ અને ટેકનોલોજી સાથે , કૃષિ વિકાસની વિચાર ધારા દર્શાવતા પ્રદર્શનો મુકાયા હતા. આ મહોત્સવમાં મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, ધર્મસભા, યજ્ઞખંડ, 51 શક્તિપીઠ, સાંસ્કૃતિક મંચ, વિશાળ ભોજન કક્ષ, સાયન્સ એન્ડ ટેકનોલોજી પેવેલિયન, એગ્રીકલ્ચર પેવેલિયન, RTO ટ્રેક, આનંદ મેળો વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં શ્રદ્ધાળુ માટે પુષ્પ વર્ષા કરવા , ખાસ હેલિકોપ્ટરની સેવા આપવામાં આવી છે. તો પ્રથમ દિવસે એક સાથે 2 લાખ થી વધુ લોકોએ , સામુહિક ભોજન લીધું હોવાનો , રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જ્યારે વિશાળ જગ્યા પર ગ્રીન નેટ પાથરવાનો પણ રેકોર્ડ નોંધાયો છે.
