કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો આજે મુક્તિ દિવસ
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો આજે મુક્તિ દિવસ છે. આ અવસરે ગઇકાલે અનેક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમોમાં વોલ પેંટિંગ કોમ્પિટિશન સહિતના અનેક સાંસ્કૃતિક આયોજન કરાયા હતા. પેઇન્ટીંગ કોમ્પિટિશનમાં મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ પર ચિત્રો બનાવ્યા હતા. સેવ ટ્રી, સેવ અર્થ સેવ વોટર, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી થીમ પર પેન્ટિંગ કરવામાં આવ્યું હતું. સાથે હાલ મહિલા વિરૂદ્ધ થઇ રહેલા ગુનાની વેદનાને પણ ચિત્રકારીમાં વાચા અપાઇ હતી. સુંદર થીમ અને સંદેશ આપતી પેઇન્ટિંગે લોકોમાં સારૂ એવું આકર્ષણ જમાવ્યું હતું.
