Skip to main content
Settings Settings for Dark

તીડના આક્રમણથી નુકસાન પામેલ ખેડૂતોને મળશે સહાય

Live TV

X
  • બનાસકાંઠા અને પાટણમાં તીડના આક્રમણથી નુકસાન પામેલ ખેડૂતોને, રાજ્ય સરકારે આપ્યા રાહતના સમાચાર. ખેડૂતોને મળશે સહાય - મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાની બેઠકમાં કેબિનેટમાં લેવાયો રાહત ચૂકવવાનો નિર્ણય.

    બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તીડના આક્રમણથી , અનેક ખેડૂતોના ખેતરમાં નુકસાન પહોંચ્યું છે. ત્યારે સરકારે , અસરગ્રસ્ત ખેડુતોને સહાય ચૂકવવાનો , મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં , સરકારે આ નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી આર. સી. ફળદુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું , કે તીડ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવામાં આવશે. અધિકારીઓ ટૂંક સમયમાં સર્વે કરીને તેનો રિપોર્ટ આપશે, અને રિપોર્ટના આધારે ખેડુતોને સહાય ચૂકવાશે. ઉપરાંત કૃષિમંત્રીએ માવઠાથી થયેલા નુકસાનની સહાય માટેની ઓનલાઈન અરજી કરવાની મુદત , યથાવત રાખી છે. ખેડુતોની માંગણી હતી કે, સરકાર દ્વારા ઓનલાઈન અરજીની મુદત વધારવામાં આવે. ત્યારે કૃષિમંત્રીએ જણાવ્યું હતું , કે ખેડુતોએ 30 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી , કે જો કોઈ જરૂર લાગશે , તો મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ , મુદત વધારવામાં આવશે. તો આ તરફ અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ટેકાના ભાવે અંદાજિત 85 હજાર ખેડુતો પાસેથી એક લાખ 73 હજાર મેટ્રીક ટન મગફળીની ખરીદી 900 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરી છે. તેમજ આગામી દિવસોમાં વધુમાં વધુ ખેડુતોની મગફળી ટેકાના ભાવે લેવાય તે માટે રાજ્ય સરકાર અને પૂરવઠા વિભાગ દ્વારા તમામ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply