Skip to main content
Settings Settings for Dark

કંબોડિયાની પોલીસ એકેડમીના પ્રતિનિધિમંડળે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી

Live TV

X
  • GFSU અને કમ્બોડિયા પોલીસ વચ્ચે થયા MOU પર હસ્તાક્ષર

    કંબોડિયાની પોલીસ એકેડમીના 10 સભ્યોના ઉચ્ચ પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે યુનિવર્સિટીમાં ચલાવવામાં આવતા વિવિધ કોર્સ અને અભ્યાસક્રમની જીણવટભરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના મહાનિયામક ડોક્ટર જે.એમ.વ્યાસ અને કંબોડીયાની પોલીસ એકેડેમી વચ્ચે એક એમઓયું પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત કંબોડિયાના પોલીસ અધિકારીઓને ટૂંકા અને લાંબા ગાળાના ફોરેન્સિક સાયન્સ અને સંલગ્ન વિષયો સાથે ઉત્કૃષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેના ભાગરૂપે કંબોડિયા પોલીસના અધિકારીઓ 2020થી તાલીમ માટે આવશે. કંબોડિયા પોલીસ એકેડમીના પ્રતિનિધિમંડળે આ મુલાકાત દરમિયાનમાં ખુશીની સાથે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply