ઊંઝા એપીએમસીની અનોખી પહેલ, કુપોષણથી પીડાતા 210 બાળક દત્તક લેવાયા
Live TV
-
ઊંઝા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અંદાજે 200 કરતા વધારે કુપોષિત બાળકોને દત્તક લઈ આરોગ્ય તપાસણી કરાવી, જરૂરિયાત મુજબનો પોષણક્ષમ આહાર તથા દવાઓ ડોકટરની સલાહ મુજબ વિનામૂલ્યે ઊંઝા એપીએમસી દ્વારા પુરી પડાશે
આ બાળકોને યોગ્ય આહારની વ્યવસ્થા ઊંઝા એપીએમસી કરશે. ઊંઝાના જાગૃત ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્રારા ઊંઝા એપીએમસી ખાતે સખી મંડળની બહેનોને મહિલા સ્વાવ લમ્બન અંતર્ગત એક જ મંચ ઉપરથી જુદી જુદી બેંકો દ્રારા પચાસ લાખ થી વધારે કેશ ક્રેડિટ તથા લોનના આપવામા આવ્યા ચેક.
એશિયા ખંડની સહુથી મોટી એવી ઊંઝા એપીએમસી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સદાય અગ્રેસર હોય છે ત્યારે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલ અને વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ સહિતની ડિરેક્ટરો અને ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સરાહનીય સહકારથી ઊંઝા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અંદાજે 200 કરતા વધારે કુપોષિત બાળકોને દત્તક લઈ આરોગ્ય તપાસણી કરાવી જરૂરિયાત મુજબનો પોષણક્ષમ આહાર તથા દવાઓ ડોકટરની સલાહ મુજબ વિનામૂલ્યે ઊંઝા એપીએમસી દ્વારા પુરી પાડનાર છે.
મહિલા સશક્તીકરણ પખવાડીયા અંતર્ગત આજે એપિએમ્સી ઉંજા તથા ધારાસભ્ય આશાબેન પટેલ દ્વારા આજે કુપોશણ તથા મહિલા સ્વાવલમ્બન કાર્યક્રમનું એપિએમસી હોલ ઉંજા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ઉંજા પ્રાંત અધિકારી, તાલુકા મામલત્દાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય તંત્ર ઉપ્રાત ખુબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થીત રહી હતી.
મહેસાણા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે કુપોષણની આ સમસ્યા સામે ઊંઝા એપીએમસીએ પહેલ કરી છે. ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા તાલુકાના તમામ 210 કુપોષિત બાળકોને આજે લેવાયા
સરકાર જ્યારે 1લી ઓગસ્ટથી 14 મી ઓગસ્ટ સુધી જુદા-જુદા દિવસો ઉજવી રહી છે ત્યારે 3 ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ તરીકે ઉજવવાનો જાહેર કરેલ છે. જે અન્વયે ઊંઝાના જાગૃત ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્રારા ઊંઝા એપીએમસી ખાતે સખી મંડળની ૫૦ બહેનોને એક જ મંચ ઉપરથી જુદી જુદી બેંકો દ્વારા પચાસ લાખથી વધારે કેશ ક્રેડિટ તથા લોન મંજુર કરી બહેનોને સ્વાવલંબન બનાવવા ચેક વિતરણ કર્યુ હતું.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ પજવતી કોઈ સમસ્યા હોય તો તે કુપોષણની સમસ્યા છે. આ બાળકોની ઊંઝા એપીએમસી દ્વારા સાર સંભાળ લેવાશે એટલું જ નહીં બાળકોને કુપોષણની સમસ્યામાંથી મુક્ત કરવાનો ખર્ચ પણ ઊંઝા એપીએમસી જ ઉપાડશે.
રાજ્ય સરકાર દ્વારા કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ઘટાડવા વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ છે. આમ, છતાં એક અભ્યાસ મુજબ શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં કુપોષણનું વિશેષ પ્રમાણ જોવા મળી રહ્યું છે. એક અંદાજ મુજબ મહેસાણા જિલ્લામાં 1800 કરતા વધુ બાળકો અતિ ગંભીર કહી શકાય તેવા કુપોષણનો શિકાર છે. ત્યારે ઊંઝા એપીએમસી દ્વારા સમગ્ર રાજ્યની સહકારી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ કહી શકાય તેવો ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે. ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા તાલુકાના કુપોષણથી પીડાતા 210 બાળકોને દત્તક લેવાયા છે.અને દર અઠવાડિયે આ બાળકો ની સ્થિતિ માં કેટલો સુધાર આવ્યો તે જોવાની જવાબદારી પણ એપીએમસી દ્વારા લેવાઈ છે.એટલે કે ઊંઝા એપીએમસી દ્વારા દર અઠવાડિયે બાળકો ની વ્યક્તિગત મુલાકાત લેવાશે, અને આ બાળકો નું દર અઠવાડિયે મેડિકલ ચકાસણી કરી જરૂરી આહાર અને દવાઓની વ્યવસ્થા એપીએમસી દ્વારા થશે.આ માટે ઊંઝા એપીએમસી દ્વારા એક વિશેષ ભંડોળ પણ ઉભું કરવામાં આવ્યું છે.અને આ ભંડોળ નો ઉપયોગ કુપોષિત બાળકો ને પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે ઉપયોગ થશે.
ઊંઝા તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં આમ તો કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા 240 કરતા વધારે છે. પણ 210 બાળક એવા છે કે જે અતિ ગંભીર કુપોષણ થી પીડાય છે. આ બાળકોની વાત કરવામાં આવે તો સુંઢિયા ગામમાં 20, ઉનાવા ગામમાં 40, ભુણાવ ગામમાં 10 અને ઊંઝા શહેર માં50 કરતા વધુ બાળકો અતિ કુપોષિત કહી શકાય તેવી શ્રેણીમાં આવે છે. આ બાળકોને ગુજરાત સરકાર દ્વારા થયેલી આરોગ્ય તપાસણી દરમિયાન યોગ્ય સારવાર અને આહારની જરૂર હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આ રિપોર્ટને પગલે ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલ દ્વારા ઊંઝા એપીએમસીને બાળકો માટે યોગ્ય આહારની વ્યવસ્થા કરવાની વિનંતી કરાઈ હતી. આ વિનંતીને પગલે એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ દ્વારા તમામ બાળકોને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે પ્રથમ તબીબ દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી કરી બાળકોને જરૂરી દવા અને આહાર ડોક્ટર દ્વારા સૂચવ્યા મુજબ અલગ અલગ કિટ્સ તૈયાર કરવામાં આવી હતી. આ કિટ્સનો ખર્ચ આગામી 6 મહિના સુધી એપીએમસી ઉઠાવશે અને જરૂર જણાય તો 6મહિના પછી પણ બાળકને દવા અને આહાર પૂરો પડાશે. ઊંઝા એપીએમસી દ્વારા લેવાયેલા આ નિર્ણયને જિલ્લાના તમામ અધિકારીએ આવકાર્યો છે. જો રાજ્યના તમામ તાલુકામાં આ રીતે સહકારી સંસ્થાઓ આગવી પહેલ કરે તો કુપોષણની સમસ્યાને ભૂતકાળ બનતા કોઈ નહી રોકી શકે તે એક હકીકત છે. જિલ્લાના તમામ અધિકારીએ આ નિર્ણય ને આવકાર્યો. એક જ મંચ પરથી મહિલા સ્વાવ લમ્બન અંતર્ગત ૫૦ લાખ ના ૫૦સખિ મંડળ ને અપાયા ચેક
