ગાંધીનગરમાં યોજાનારો 'સંકલ્પ સે સિદ્ધી કી ઓર' કાર્યક્રમ રદ્
Live TV
-
પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના કારણે શોકમાં કાર્યક્રમ રદ્ કરાયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ સરકાર ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે. સાતમી ઓગસ્ટે રૂપાણી સરકાર સફળ ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ચોથા વર્ષના પ્રવેશ ટાણે રાજ્ય સરકારે પાટનગર ગાંધીનગરમાં સંકલ્પ સે સિધ્ધી કી ઓર કાર્યક્રમ યોજી ઉજવણી કરવા નક્કી કર્યું હતું, પરંતુ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અવસાનના કારણે કાર્યક્રમ રદ કરાયો હોવાની જાહેરાત કરાઈ હતી. રૂપાણી સરકારના રાજ્યમાં ગુજરાતીઓને પારદર્શી અને પ્રગતિશીલ સરકારનો અહેસાસ થયો છે. કેમ કે અનેકવિધ પ્રજાલક્ષ નિર્ણય લેતા છેવાડાના માનવીને લાભ મળ્યો છે. આ કારણોસર લોકસભાની ચૂંટણીમાં સતત બીજીવાર ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપતા ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી.
