એક વીઘામાં 50થી 60 મણ ગવારના પાકની આવક, ખેતીક્ષેત્રે લોકોને મળી રોજગારી
Live TV
-
ખેડૂતો પોતાનો પાક અમરેલી અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં પહોંચાડતા થયા
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ લક્ષી સહાય યોજનાઓ ખેડૂતોને ઘણી મદદરુપ બની રહી છે. જેના કારણે આજનો ખેડૂત આધુનિક બની ઉત્પાદનના સારા ભાવ મેળવતો થયો છે. અમરેલીના ખાંભા તાલુકાના સાણા ડુંગર, સાણા વાંકિયા, જામકા વિસ્તારમાં ગવારની ખેતી ખૂબ વખણાય છે. ગામના મોટાભાગના લોકો ખેડૂતો જ છે. મોટા ભાગના ખેડૂતો શાકભાજી અને બાગાયતી પાકની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને ગવારની ખેતી સૌથી વધુ થાય છે.
જામકા વિસ્તારનું ગવાર સૌરાષ્ટ્ર ભરમાં વખણાય છે. જેમાં એક વીઘામાં 50 થી 60 મણનો પાક થઈ રહ્યો છે. ગવારની ખેતીમાં સારો ઉતારો આવતા ખેડૂતો પોતાનો પાક અમરેલી અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં પહોંચાડતા થયા છે. હાલમાં ગવારની રોજિંદી 5 થી 7 ગાડી અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચી રહી છે અને ખેતીક્ષેત્રમાં 500થી વધુ લોકોને પણ રોજગારી મળી રહી છે.
