એન્જીનીયરીંગ અને ફાર્મસીના અધ્યાપકોને સાતમા પગારપંચનો મળશે લાભ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Live TV
-
ગુજરાત વિધાનસભા દિવસની શરૂઆત, તારાંકિત પ્રશ્નોત્તરી સાથે થઇ હતી. અન્ન અને નાગરિક પુરવઠા સહિતના વિવિધ વિભાગોના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ, સંબધિત મંત્રીઓ દ્વારા અપાયા હતા. આ ઉપરાંત બીજા સત્ર દરમિયાન વિવિધ માંગણીઓની ચર્ચા કરવામાં આવશે. સરકારના વિવિધ વિભાગો હેઠળ આવતી કામગીરીના વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવનાર છે. તો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એન્જીનીયરીંગ અને ફાર્મસીના અધ્યાપકો માટે, સાતમા પગારપંચનો લાભ આપવાની જાહેરાત પણ કરી હતી
